સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

ત્રંબામાં કપડા ધોતી વખતે ચક્કર આવતા વોંકળામાં ડૂબી જતાં મમતાબેન સોરાણીનુ મોત

રાજકોટ તા.૦૭:  ત્રંબા ગામ પાસે કપડા ધોતી વખતે ચક્કર આવતા વોંકળામાં ડુબી જતા કોળી મહિલાનું મોત નિપજ્તા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ત્રંબા ગામ પાસે ભગવાનજીભાઇની વાડીમાં પરિવાર સાથે રહેતા અને મજુરીકામ કરતા મમતાબેન રાયધનભાઇ સોરાણી (ઉ.વ.૩૦) તે ગઇકાલે વાડીની બાજુમાં કપડા ધોવા અને ન્હાવા માટે ગયા હતા. ત્યારે કપડા ધોતી વખતે તેને અચાનક ચક્ક્ર આવતા પાણીમાં પડી જતા આસપાસના લોકોએ તેને તાકીદે બહાર કાઢી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન  મોત નિપજ્યુ  હતુ.મૃતક મમતાબેન ના માવતર બારવણા ગામમાં રહે છે. તેને સંતાનમાં બે પુત્ર અને બુ પુત્રી છે. આ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. હેમતભાઇ તથા રાઇટર ભીખુભાઇએ કાર્યવાહી કરી હતી.

(11:42 am IST)