સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

મોરબીમાંથી રીક્ષા ચોરી કરનાર રાજકોટનો દિલીપ છનીયારા પકડાયો

મોરબી,તા.૭: મોરબીના ક્રિષ્ના હોસ્પિટલ સામેથી ચોરી કરનાર શખ્સને મોરબ એ ડીવીઝન પોલીસે ઝડપી લીધો હતો.

મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આર.જે.ચૌધરીની સુચનાથી પી.એસ.આઈ. વી.આર.શુકલ,ભાવેશભાઈ મિયાત્રા અને ભરતભાઈ ખાંભરા સહિતની ટીમ વાહન ચેકિંગમા ં હતા તે  દરમિયાન પંચાસર ચોકડી પાસે રિક્ષા નીકળતા તેને રોકી તલાસી લેતા રિક્ષા ચાલકે પોતાનું નામ દિલીપભાઈ દેવરાજભાઈ છનીયારા રહે-રાજકોટ હોવાનું અને તેની વાળા પાસે રિક્ષાના કાગળો માંગતા પોતાની પાસે ન હોવાનું જણાવતા પોલીસે વધુ પૂછપરછ કરતા રિક્ષા ગત તા.૧૨-૦૯-૨૦૧૯ ના રોજ ક્રિષ્ના હોસ્પિટલ સામેથી ચોરી કરી હોવાની કબુલાત આપતા મોરબી એ ડીવીઝન પોલીસે ધોરણસરની અટક કરી કાયવાહી હાથ ધરી છે.તેમજ આરોપી આગાઉ વર્ષ ૨૦૧૭ માં મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં સી.એન.જી. રિક્ષા ચોરીના ગુન્હામાં ઝડપાયેલ છે

(11:41 am IST)