સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

રિલાયન્સના વાઇસ પ્રેસિડેન્ટ નીતિન ભટ્ટૃ નિવૃત્ત

જામનગર, તા. ૭ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સતત ૨૧ વર્ષ સુધી સતત કાર્યરત રહ્યા પછી શ્રી નીતિન ભટ્ટ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કંપનીમાંથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ નિવૃત્ત્। થયા છે. વર્ષ ૧૯૯૮માં તેઓ જામનગર રિફાઈનરી પ્રોજેકટનું કામ ચાલતું હતું ત્યારથી જોડાયેલા હતા.

રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ અને હાલ ઝારખંડના રાજયસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીની સીધી દોરવણી અને સતત માર્ગદર્શનમાં તેઓ કામગીરી કરતા હતા અને શરૂઆતથી છેક સુધી તેમના હાથ નીચે કામ કરતા રહ્યા.

રિલાયન્સમાં કામગીરીનો શ્રી નીતિન ભટ્ટનો શરૂઆતનો મોટાભાગનો કાર્યકાળ જામનગરમાં રહ્યો. નિવૃત્ત્। થતાં અગાઉ છ સાત વર્ષ તેમની અમદાવાદ બદલી થઈ હતી છતાં પણ તેમણે જામનગર અને રાજકોટમાં તેમના સંપર્કો જાળવી રાખ્યા હતા અને સારી એવી લોકચાહના મેળવી રિલાયન્સ જેવી માતબર કંપની તરફથી સોંપાયેલાં વિવિધ કાર્યો નિષ્ઠાપૂર્વક કર્યાં હતાં.

રિલાયન્સમાં ૨૧ વર્ષની કારકિર્દી અગાઉ શ્રી નીતિન ભટ્ટ ૨૦ વર્ષ આઈ.પી.સી.એલ. વડોદરા અને તે પહેલાં લગભગ પાંચેક વર્ષ ભાવનગરની સોલ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં પણ કામગીરી બજાવી ચૂકયા છે.ઙ્ગ

આમ સતત અને સફળ નોકરીનાં આશરે ૪૭ વર્ષ બાદ તેઓ નિવૃત્ત્। થયા હોવા છતાં તેમના જોમ અને ધગશમાં કોઈ ઊણપ તેમની ૬૮ વર્ષની ઉંમરે પણ જણાતી નથી.

અકિલાના વિશાળ પરિવાર પ્રત્યે તેઓ અપાર માન અને લાગણી ધરાવે છે. તેમની નિવૃત્ત્િ।  પ્રસંગે અકિલા પરિવાર તેમને હાર્દિક શુભેચ્છા પાઠવે છે. મો. નં. ૯૦૯૯૦ ૦ર૯૩૯

(3:56 pm IST)