સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

પોરબંદરઃ રેશનકાર્ડ ધારકોના આધાર કાર્ડ સહિત પુરાવા અંગે આરટીઆઇ

પોરબંદર તા. ૭ :.. રેશન કાર્ડ ધારકોની ઓન લાઇન અંગુઠાના નિશાન માટે  ખરાય તેમજ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સહિત પુરાવા અગાઉ આપ્યા છતાં ઝેરોક્ષ માગવાના પરીપત્રની માહિતી માટે એચ. એમ. પારેખ દ્વારા મામલતદાર જાહેર માહિતી અધિકારીને આરટીઆઇ અરજી કરી છે.

સસ્તા અનાજના પરવાનેદારોને અંગુઠા ના નીશાન ઓન લાઇન થતાં અંગુઠાના નિશાન માટે અને ખરાઇ માટે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, કે અન્ય ઓળખકાર્ડને લગતા દસ્તાવેજો બેંક પાસ બુકની ઝેરોક્ષ ખાતાના નંબર વાળી તેમજ કે. વાય. સી. ફોર્મ વિગેરેની માહિતી પુરી પાડવામાં આવે અને તે મુજબ પ્રતિ માસ સસ્તા અનાજનું વિતરણ થતાં પહેલા સસ્તા અનાજના પરવાનેદારોને ત્યાં જઇ રૂ. પ ની ફી ભરી અને અંગુંઠાનું નીશાન લેવામાં આવે છે. ત્યારબાદ રાશનનો જથ્થો મળે પરંતુ તાજેતરમાં મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ડેપ્યુટી મામલતદાર નીશા મનસુખલાલ ચંદારાણાએ દરેક પરવાનેદારોને રેશનકાર્ડ ધારકોના બેંક ખાતા નંબરની પ્રથમ પેજની ઝેરોક્ષ આપવા અને માહિતી આપવા પરીપત્ર મોકલેલ છે. આ પરીપત્ર સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવેલ છે કે કેમ સ્થાનીક કક્ષાએ નિર્ણય લઇને માહિતી આપેલ છે તે પુરી પાડવા જણાવેલ છે. એક વખત તમામ આધાર પુરાવા દસ્તાવેજી પુરાવા પુરા પાડયા પછી અવાર-નવાર આ માહિતીઓ પુનઃ રેશનકાર્ડ ધારકો પાસેથી પરવાનેદારો પાસેથી માગવામાં આવે છે. અને આ રીતે માનસીક ત્રાસ રહે છે કે આ માહિતી પુરી નહીં થાય તો રેશનકાર્ડ ઉપર માલ આપવામાં આવશે નહીં.

પરવાનેદારોને નીયત માત્રામાં રેશનકાર્ડની સંખ્યા પ્રમાણે જથ્થો સરકારી નાણા ચલણ ભરીયા પછી મોકલાય છે. અને તેમાં પણ કટામાં વજન ઓછું આવતાની અગાઉની જુની ફરીયાદ છે. તેનું નિરાકરણ  કે તેની સ્પષ્ટતા થતી નથી. રેશનકાર્ડ હોલ્ડરને સરકાર દ્વારા પ કિલોની ગેસ રીફીલ આપવા અને તેનું વિતરણ કરવા જાહેરાત થયેલી હજુ સુધી આ જથ્થો સસ્તા અનાજના પરવાનેદારોને કાર્ડ ધારકોના વિતરણ માટે ઉપલબ્ધ થયેલ ના  હોય તેવું જાણવા મળે છે. તો તે સબંધે વિગત આપવા અરજીમાં જણાવાયું છે.

(11:39 am IST)