સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

મોરબી તાલુકા પોલીસનો સપાટો : લીલાપરની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો, ત્રણ ઝડપાયા

ગેસનો બાટલો, ગેસનો ચૂલો અને મોબાઈલ તેમજ રોકડ રકમ અને બાઈક જપ્ત

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લીલાપર ગામની સીમમાં બાતમીને આધારે દરોડો કરીને દેશી દારૂ લીટર ૭૦ કીમત રૂ ૧૪૦૦ તેમજ ભઠ્ઠીના સાધનોમાં ગેસનો બાટલો, ગેસનો ચૂલો અને મોબાઈલ તેમજ રોકડ રકમ અને દેશી દારૂની હેરાફેરી માટે રાખેલ બાઈક સહીત કુલ રૂ ૫૪,૮૦૦ નો મુદામાલ જપ્ત કરીને આરોપી વિપુલ મગન દેગામાં, મગન ગોકળભાઈ દેગામા અને નવઘણ જેઠાભાઈ દેગામાં (રહે ત્રણેય લીલાપર મોરબી વાળા ) ને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:11 am IST)