સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

વાંકાનેરના ગારીડા ગામ નજીક અજાણ્યા વાહનની ઠોકરે દીપડાનું મોત

દીપડાને મોઢા ભાગે વધુ ઇજા થતાં તેના હાડકા તૂટી ગયા :વન વિભાગ હરક્તમમાં આવ્યું

વાંકાનેરના ગારીડા ગામના બોર્ડ નજીક આવેલ મોગલ માતાજીના મંદિર પાસે દિપડાનું કોઈ અજાણ્યા વાહન ચાલક સાથે અકસ્માત થતાં મોત થયું હોવાથી વન વિભાગ હરક્તમમાં આવ્યું હતું

  મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના ગારીડા ગામના બોર્ડ નજીક આઈ શ્રી મોગલ માતાજીના મંદિરની બાજુમાં ગત મોડી રાત્રીના સમયે દિપડાને કોઈ અજાણ્યા વાહનની ઠોકરે આવી જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

   ઘટનાની જાણ થતાં વન વિભાગ દોડી આવ્યું હતી અને દીપડાને પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો જે અંગે વન અધિકારી સી.વી.સણજાએ જણાવ્યું હતું કે દીપડાને મોઢા ભાગે વધુ ઇજા થતાં તેના હાડકા તૂટી ગયા હતા જેથી તેનું મોત થયું છે તો અકસ્માત સર્જનાર વાહનચાલક કોણ છે તેની તપાસ ચાલી રહી છે અને નિયમો મુજબ કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું

(8:33 am IST)