સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

મોરબીના શનાળા બાયપાસ નજીક મંદિરે કામ કરતા ત્રણ લોકોને વીજશોક : એકનું મોત: બે ને રાજકોટ રીફર કરાયા

જેતપર ગામના રહેવાસી લવજીભાઈ નું સારવાર દરમિયાન કરૂણમોત

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ મંદિરે કામ કરતી વેળાએ ત્રણ વ્યક્તિઓને વીજશોક લાગ્યા હતા જેને પગલે જેતપર ગામના રહેવાસી લવજીભાઈ વિરજીભાઈ જાકાસણીયાનું સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે અન્ય બે વ્યક્તિને વધુ સારવાર માટે રાજકોટ રીફર કર્યા છે એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ એન કે ઇશરાની ચલાવી રહ્યા છે

(12:08 am IST)