સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

જૂનાગઢમાં રોપવે સાઈટની મુલાકાત લેતા મુખ્યમંત્રી રૂપાણી :વડાલમાં ખાનગી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ

રોપ-વેનું કામ તાકીદે પૂર્ણ કરવા જૂનાગઢના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી

જૂનાગઢઃ મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી જૂનાગઢ આવ્યા હતા.અને રોપ વે સાઈડની મુલાકાત લીધી હતી આ પહેલા  વડાલ ખાતે ખાનગી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતુ અને ત્યારબાદ ભવનાથ ખાતે રોપ-વે સાઈટની મુલાકાત લીધી હતી. જે દરમિયાન મુખ્યપ્રધાને રોપ-વેનું કામ તાકીદે પૂર્ણ કરવાની દિશામાં જૂનાગઢના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી.

વડાલમાં પ્રથમ નવ નિર્મિત ખાનગી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ વિજયભાઈ  રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. જૂનાગઢના ભવનાથમાં આકાર લઈ રહેલા વિશ્વના સૌથી લાંબા રોપ વે પ્રોજેક્ટની મુલાકાત લઈ કામની પ્રગતિનો અહેવાલ અધિકારીઓ પાસેથી મેળવ્યો હતો,

  તેમણે કહ્યું હતું કે, આગામી 3 કે 4 મહિનામાં કામ પૂર્ણ થઈ જશે. સાથે જ ઉપરકોટ કિલ્લો અને નરસિંહ મહેતા તળાવની બ્યુટીફિકેશનને લઈને પણ તાકીદે કામ શરુ કરવાની વાત કરી હતી.

(11:05 pm IST)