સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

કોન્ટ્રાક્ટર પાસે પાંચ લાખની ખંડણી માંગીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપીને ગણતરીની કલાકોમાં ગાંધીધામ પોલીસે ઝડપી લીધો

ગાંધીધામ : મોબાઈલમાં પાંચ લાખની ખંડણી માંગીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ બાદ ગાંધીધામ પોલીસે આરોપી ધીરજ યાદવને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે

 ગત તા.૨જીએ ફરીયાદી અખિલેશ બબન મિથા *ઉવ ૪૩)  ધંધો કોન્ટ્રાકટ૨ (૨હે વિધાનગર કોલોની પ્લોટ નંબર ૪૮ માઉન્ટ લીટરાઝી રકુલની બાજુમા અંતરજાળ તા . ગાંધીધામ ) એ ફરીયાદ નોધાવેલ હતી કે મોબાઈલ નંબર ૮૭૬પ૮ ૮૪૮૦૨ નો ધા૨ક નામ સ૨નામુ ખબર નથી તેણે રૂપિયા ૫ooooo  ની ખંડણીની માગણી કરેલ છે અને જો માગણી નહી સ્વીકારે તો ફરીયાદી અથવા તેના પરીવારના સદસ્યોને નુકસાન કરી જાનથી મારી નાખશે તેવી ધમકી આપેલ હતી

   પોલીસ દ્વારા બાતમીદારો મા૨ફતે મળેલ બાતમીના આધારે આ કામેના આરોપી ધીરજ કાશીનાથ યાદવ (૨હે પુનમ સોસાયટી સેટક૨ ૫ પ્લોટ નંબર-૨ ગાંધીધામ ) ને પકડી પાડી આરોપી  વિરૂધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમજ  આરોપીએ આ કામમાં ઉપયોગ કરેલ મોબાઈલ ફોન તથા સીમકાર્ડ કબજે કર્યા છે

 ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર ડી.વી.રાણા તથા પો.સબ ઈન્સ પી.ડી. પરમાર તથા એ.એસ.આઈ કિર્તિકુમાર ગેડીયા તથા પો.હેડ.કોન્સ.ગલાલભાઈ પારગી તથા કીશનકુમા૨ વાઢેર તથા પોલીસ કોન્સ રાજદીપસિંહ ઝાલા તથા ખોડુભા ચુડાસમા તથા મહીપાર્થસિંહ ઝાલા તથા ૨વીરાજસિંહ પરમાર તથા જગદીશભાઈ સોલંકી તથા રાજ હિરાણ૨ તથા મહીપાર્થસિહ ઝાલા વિગેરેનાઓ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ હતી

(9:17 pm IST)