સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th September 2019

લખતરમાં વરસાદી પાણીના નિકાલ પ્રશ્ને મહિલાઓનો હોબાળો

ટીડીઓ રાવલે તાકીદે સમસ્યા ઉકેલવા સરપંચને નોટીસ આપી

વઢવાણ, તા., ૭: વરસાદ વરસી રહયો છે ત્યારે લખતર ભૈરવપરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ રહયા હોય પાણી નિકાલ નહિ થતો હોવાથી દેરી વાળી શેરી અને ભૈરવપરા વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં લખતર ગ્રામ પંચાયત ગયા હતા. ત્યાં યોગ્ય જવાબના આપી અને લખતર તાલુકા પંચાયત રજુઆત કરવા જવા કહયું હતું. આથી લોકો લખતર તાલુકા પંચાયત દોડી જઇ હોબાળો મચાવ્યો હતો. મહિલાઓએ હાય હાયના નારા લગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો.

આ અંગે લખતર ભૈરવપરા વિસ્તારની સવીતાબેન શિશા, માયાબેન વડોદરીયા સહીતની મહિલાઓ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ઠેર-ઠેર પાણી, ઠેર-ઠેર ગંદકીના સામ્રાજય છે. ગંદકીને લઇને મચ્છરો ઉપદ્રવ પણ વધ્યો છે.  આ મચ્છરના ઉપદ્રવને કારણે ઘેર-ઘેર માંદગી પણ જોવા મળી રહી છે અને પાણીનો નિકાલ જ નથી અમારા વિસ્તારમાં અને કોઇ જવાબદાર વ્યકિત જ નથી કે જે અમારી સમસ્યાઓનો નિકાલ કરે તાત્કાલીક ધોરણે આ વિસ્તારમાં પાણી, ગંદકીનો નિકાલ થાય તેવી લાગણી અને માંગણી છે.

આ અંગે ઇન્ચાર્જ ટી.ડી.ઓ. યોગેશભાઇ રાવલે જણાવ્યું હતું કે ભૈરવપરા વિસ્તારમાં ગંદા પાણી તેમજ ગંદકી મુદ્દે પાણી તેમજ ગંદકી દુર કરવા સરપંચને નોટીસ આપી તાત્કાલીક દુર કરવા આદેશો કર્યા હતા.

(1:11 pm IST)