સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th September 2018

ગોંડલ માંડવી ચોકના શોપીંગ સેન્ટરના વેપારીઓ દ્વારા બંધ પાળીને અસામાજીક તત્વો સામે આક્રોશ

ગોંડલ તા.૭: ગોંડલ માંડવી ચોકમાં હેર ડ્રેસરની દુકાનમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવી તોડફોડ કરી હતી. વેપારીઓના ટોળાએ બંધ પાડી જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવ્યું હતું.

લુખ્ખાઓ દ્વારા અવારનવાર આતંક મચાવવામાં આવતા હોય પોલીસ દ્વારા જાહેરમાં સરભરા કરી શાન ઠેકાણે લાવવા માંગ કરી હતી.

માંડવી ચોક વેરી દરવાજા પાસે આવેલ હેર ડ્રેસરની દુકાનમાં ૪ જેટલા શખ્સોએ આતંક મચાવી તોડફોડ કરી વેપારીને જાન થી મારી નાખવાની ધમકી આપતા શોપીંગ સેન્ટરના વેપારીઓએ આજે બંધ પાડી પોલીસ ફરિયાદ નોંધાવી જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપ્યું હતું.

(4:10 pm IST)