સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th September 2018

ઓખા માં શ્રાવણ માસના ચોથા સોમવારે ચાર શિવ મંદિરો શિવ ભકિતમાં લીન બન્યા

 (રામેઁશ્વર મહાદેવ,દ્વારકાધીશજીનું સ્વરૂપ શ્રુંગાર સાથે ચારે શિવાલયોમાં જુદા જુદા શ્રુંગાર) ઓખા મંડળના નાગેશ્વર જયોતીલીંગ સાથે તમામ શિવ મંંદીરોમાં ભકિતના ઘોડાપુર ઉમટયા હતા, તેમાં યે ઓખામાં આવેલા અનોખા ચાર શિવાલયોમાં આજે શ્રાવણમાસના ચોથા સોમવારે દર વખતની જેમ આ જખતે પણ શિવલીંગને અનોખા શ્રુંગાર કરવામાં આવ્યા હતા. જેમાં દરીયા કિનારે આવેલ માણેક પરિવાર સ્થાપીત વિરમેશ્વર મહાદેવ મંદિરના રંગોલીના શ્રુંગાર અને પૂર્વ દીશાએ દરિયા કિનારે આવેલ રામેશ્વર મહાદેવના મંદિરે શીવે દ્વારકાધીશનું સ્વરૂપ ધારણ કર્યુ હતું બજારમાં આવેલા ઉષેશ્વર મહાદે વ મંદિરે,રામેશ્વર મહાદેવના શ્રુંગાર અને રેલ્વે એરીયામાં આવેલ કાલેશ્વર મહાદેવ મંદીરે સપ્તરંગી તીરંગાના રૃંગાર કરવામાં આવ્યો હતો. આ દર્શનનો લાભ ઓખાના તમામ ભકતોએ ઉત્સાહથી લીધો હતો. (૩.૫)

(12:24 pm IST)