ભુજના હબાય ગામમાં રેતી ચોરીના મુદે જુથ અથડામણમાં હત્યાઃ ૯ ને ઇજા
ભુજ, તા.૭: ભુજના હબાય ગામે રહેતા આહીર સમાજના બે જૂથ વચ્ચે રેતી ચોરી ના મામલે ચાલી આવતી અદાવત લોહિયાળ બની હતી. બન્ને જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ભુજ ની ભાગોળે આવેલા માધાપર પાસે ના જાહેર માર્ગ પર ખેલાયું હતું. જન્માષ્ટમીના દિવસે થયેલો વિવાદ ગઈકાલે લોહિયાળ અથડામણ માં ફેરવાયો હતો. જેમા દ્યાયલ થયેલા ૨૨ વર્ષીય યુવાન હરિભાઈ લક્ષમણ કેરાસિયા નું ગભીંર ઇજાઓના કારણે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ અંગે હરીલાલ હમીર ડાંગરે લખાવેલી ફરિયાદ માં હરી કાનજી કેરાસિયા, મોહન હરી કેરાસિયા, પ્રેમજી કાનજી કેરાસિયા, દામજી ભચુ કેરાસિયા, સહિત ના ઓએ એક સંપ કરી અલ્ટો કાર અને બોલેરો માં આવીને જાહેર રોડ ઉપર દ્યાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલા માં ફરિયાદી હરી હમીર ડાંગર, પ્રેમજી લક્ષમણ, હમીર ગોપાલ કેરાસિયા, લાલજી લક્ષમણ કેરાસિયા, હરી લક્ષમણ કેરાસિયા સહિત છ જણા દ્યવાયા હતા. જેમાં સારવાર દરમ્યાન હરી લક્ષમણ કેરાસિયા નું મોત નીપજયું હતું. રેતી ચોરી ની મગજમરિના કારણે આ ઘટના બની હતી. સામા પક્ષે ફરિયાદ લખાવવાની તજવીજ હજી હવે થાય તેવી શકયતા છે. પોલીસે આ બનાવ બાદ હબાય ગામે સજ્જડ બંદોબસ્ત ગોઠવી દીધો છે.