મોરબીમાં પૂર્વ ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ દરજી સમાજના ઘડિયા લગ્ન યોજાયા.
નવયુગલને નમો ઘડિયાળ આપી આશીર્વાદ આપ્યા હતા.
મોરબીમાં ઘડિયા લગ્નની અનોખી પરંપરા શરુ થઇ છે જે હવે પાટીદાર સમાજ ઉપરાંત અન્ય સમાજ પણ આવકારી ઘડિયા લગ્ન કરી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ આજે દરજી સમાજના ઘડિયા લગ્ન યોજાયા હતા
મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાના નિવાસસ્થાને સામાજિક સમરસતાના સંદેશ સાથે ઘડિયા લગ્ન માટે કાયમી મંડપ રોપવામાં આવ્યો છે જેમાં આજે દરજી સમાજના નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા ધીરજભાઈ ગોવિંદભાઈ ચૌહાણના સુપુત્ર હાર્દિકના શુભ લગ્ન ધ્રોલ નિવાસી જયસુખભાઈ સોલંકીની પુત્રી પૂજા સાથે યોજાયા હતા
જે શુભ પ્રસંગે વોર્ડ ૭ ના કાઉન્સીલર સીમાબેન સોલંકી, જીલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી જે પી જેસ્વાણી, રસ્મીનભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નવયુગલને નમો ઘડિયાળ આપી આશીર્વાદ આપ્યા હતા.