સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 7th August 2022

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી 4 મહિના પહેલા જામીન પર ફરાર થયેલ કાચા કામનો કેદી મોરબીથી ઝડપાયો.

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી છેલ્લા ચારેક માસથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામના કેદીને લીલાપર રોડ પરથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બી.ની ટીમે ઝડપી લીધો છે અને આ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડના પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટ મધ્યસ્થ જેલનો કાચા કામનો કેદી લીલાપર રોડ ખાતે પર ચાર માળીયા કવાટરમાં છુપાયેલો છે. જે બાતમીને આધારે પોલીસકર્મીઓએ દરોડા પડ્યા હતા. જ્યાં આરોપી અનીલ વનુભાઇ માલણીયાત મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી અનીલ માલણીયાત રાજકોટ મધ્યસ્થ જેલમાં કાચા કામના આરોપી તરીકે હોય જે આરોપીને જેલ ખાતેથી જાત જામીન પર તા.૧૯/૦૧/૨૦૨૨ થી તા.૨૦/૦૩/૨૦૨૨ સુધી મુકત કરવામાં આવ્યો હતો.

જે કાચા કામના આરોપીને તા.૨૧/૦૩/૨૦૨૨ ના રોજ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે હાજર થવાનુ હોય પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ હોય જે કેદી મોરબી લીલાપર રોડ ચાર માળીયા કવાર્ટર ખાતેથી મળી આવતા પોલીસે તેને મધ્યસ્થ જેલ રાજકોટને સોંપવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:18 am IST)