સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 7th August 2022

સાવધાન : મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૩૧ કેસ, એક્ટીવ કેસનો આંક ૧૦૦ ને પાર.

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને કેસો સતત વધી રહ્યા છે જેમાં આજે મોરબી જીલ્લામાં ૩૧ નવા કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે તેમજ મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૦૦ ને પાર પહોંચી ગયો છે

મોરબી જીલ્લામાં આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૨ કેસ જેમાં ૧૩ ગ્રામ્ય અને ૦૯ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકામાં ૦૧, ટંકારા તાલુકામાં ૦૬ અને માળિયા તાલુકામાં ૦૨ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૩૧ કેસો નોંધાયા છે તો આજે મોરબી જીલ્લામાં ૧૪ દર્દીઓ સ્વસ્થ થયા છે જેથી મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૦૨ થયો છે

ગઈકાલે હળવદ પંથકમાં કોરોનાને પગલે મોત થયું હતું તેમજ જીલ્લામાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે નાગરિકો વધુ તકેદારી રાખે અને કોરોના વેક્સીનનો ડોઝ લેવાનો બાકી હોય તેઓ સમયસર ડોઝ લઇ લે તેવી અપીલ પણ આરોગ્ય વિભાગે કરી છે.

(11:15 am IST)