સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th August 2019

મૂળી તાલુકાના આંબરડી ગામની સાડા ચારસો વર્ષે જુની મિત્રતાની અમરગાથા

અગિયાર પરજિયા ચારણ અને એક કેશવગર બાવા એમ બાર મિત્રોએ સાથે જીવવા મરવાના કોલ નિભાવ્યા

વઢવાણ, તા.૭: મૂળી તાલુકાના આંબરડી ગામે સાત ગામના ધણી પરજિયા ચારણ જેના વાસામા જોગમાયાનો થાપો પડયો હોય ધરતીના પડમા જોગમાયા સિવાઇ કોઇ સામે મસ્તક ન ઝુકાવવાનુ પ્રણ લીધા હોય તેવા વિસળભા રાબાના ૧. ધનારવ ૨. સાજણ ૩.નાગાજણ ૪.રવિ ૫ લખમણ ૬ તેજરવ ૭ ખીમરવ ૮ આલગા ૯ પાલા ૧૦ વેરસલ અને ૧૧મો કેશવગર બાવો બાર મિત્રોના ખોળીયા જુદા પણ આત્મા એક જ હતા સુર્ય ચંન્દ્રની સાક્ષીએ બારેય મિત્રોએ જીવવુ મરવુ સાથેનુ વચન લઇ કાંડા બાધ્યા હતા જેમની અતુટ દોસ્તીની ઇર્ષા કરતા અદાવતિયાએ અમદાવાદના બાદશાહના કાન ભંભેરતા કહયુ કે સાતગામનો ધણી વિસળ રાબો તમને નત મસ્તક સલામ નહિ કરે બાદશાહે વિસળભાને તેડુ મોકલી હાજર થવા ફરમાન કરેલ બાદશાહના તખ્તા સામે આવી વિશળભાએ સલામ કરી પણ મસ્તક નમાવ્યુ નહિ ત્યારે અકળાયેલા બાદશાહે નત મસ્તક સલામ કર અથવા યુધ્ધ કરવાનુ કહેતા વિશળભાએ મસ્તક ન નમાવી યુધ્ધ કરવાનુ કહયુ પણ યુધ્ધ માત્ર તલવાર ભાલા થી કરવાનુ ગોળા બારૂદ થી નહિ આમ યુધ્ધ નકી થતા વિશળભા આંબરડી આવતાજ અગિયાર મિત્રો વાહ વિશળભા બાદશાહ સામે અણનમ રહી લડાઇ લઇ આવ્યા એમ કહીને બાથ ભડી લીધી બાદશાહની વિશાળ ફોજ સામે યુધ્ધેચડવાનીઙ્ગ તૈયારી કરી લીધી હતી તેજરવભા કાઇક કામસર બહારગામ ગયેલા હતા બાદશાહની ફોજ સામે યુધ્ધે ચડવા અગિયાર મિત્રો સગાઓને જીવ્યા મર્યાના રામ રામ કરતા ચાલતા થયા અગિયાર મિત્રોએ એક કુંડાળુ કર્યુ અને આજ કુંડાળામા સાથે મરવાનુ નકી કર્યુ બાદશાહની ફોજ સામે અગિયાર રણબંકા ભારી પડતા જતા હતા ત્યારે બાદશાહને નાલોશી ભરી હાર થવાની બીકે યુધ્ધના વચનનો ભંગ કરી ગોળાબારુદનો સહારો લેતા ઢાલ સોસરવી ગોળીઓથી ધવાયેલા લગડાતા તો કોઇ હાથમા આતરડા લેતા કોઇ મસ્તક લઇ એમ અગિયાર મિત્રો પોતાના અંગના એક એક ટુકડા લેતા કુંડાળામા પહોચી એક બીજા પડખે પડખે પોઢી ગયા સાંજ પડતા બહારગામ ગયેલ તેજરવ પાછા ફરતા વાત જાણતાજ દોટ મુકીને ઉભા રસો મે પણ સાથે જીવવા મરવાના કોલ લીધા છે છેટુ ન પડવા દેતા કહી અગિયાર મિત્રોની ચિતા સળગતી હતી તેમા હાથમા માળા લઇ મંત્રોચ્ચાર કરતા સળગતી ચિતા પર આસન બિરા જી દિધુ સાડા ચારસો વર્ષ જુની મિત્રોની ખુમારી શુરવીરતા અને વચન નિભાવવનારા દિલેર મિત્રોને યાદ કરી મિત્રતાના ગુણગાન ગાઇ રહયા છે આજેય આ શુરવીરોને કસુબો ચડાવાઇ છે ધન્ય છે અગિયાર પરજિયા ચારણ અને એક કેશવગર બાવાની મિત્રતાને.

(1:11 pm IST)