સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th August 2018

મહુવામાં સગર્ભાને અપાતી ટેબ્લેટનો જથ્થો કચરામાંથી મળ્યો

તાલુકા વિકાસ અધિકારીની કચેરી નજીકથી દવાનો જથ્થો મળતા ચકચાર

ભાવનગરનાં મહુવાનાં ગાંધીબાગ ચોક નજીક આવેલ તાલુકા વિકાસ આધિકારીની કચેરી નજીક થી સગર્ભા મહિલાને અપાતી દવાનો જથ્થો મળી આવ્યો છે :સગર્ભા મહિલાઓને અપાતી ટેબલેટનો જથ્થો કચરામાંથી મળી આવ્યો છે :સગર્ભા મહિલાઓ નું બાળક કુપોષિત ના રહે તે માટે આ દવા અપાઈ છે ત્યારે મોટી સંખ્યામાં  દવા નો જથ્થો કચરા માંથી મળી આવતા ચકચાર જાગી છે

(11:28 pm IST)