સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

મોરબી સ્કુટરની ડેકીમાંથી જોતજોતામાં 10.58 લાખ ઉપડી ગયા.

રોક શકો તો રોક લો !! તસ્કરોનો પોલીસને ખુલો પડકાર.

મોરબી શહેર અને જીલ્લામાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે અને તસ્કર ટોળકી પોલીસને ખુલ્લો પડકાર ફેકીને ચોરીને અંજામ આપી રહી છે ત્યારે ફરી એક ચોરીની ધટના પ્રકાશમાં આવી છે. જેમાં મોરબીના રવાપર પર ધોળે દિવસે તસ્કરે એક્સેસની ડેકી ખોલી રૂ.10.58 લાખની ચોરી કરી છે.જે બનાવ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જેમાં ફરિયાદી હેમાંગભાઇ ભરતભાઇ સંઘવીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.05 જૂલાઇના રોજ તેઓ એ આંગડીયા પેઢીમાથી રૂ.10,58,900 લઇને તેમના એકસેસ મોટર સાયકલ નં. જી.જે.36-ઇ.8941ની ડેકીમા રાખ્યા હતા. જે બાદ આગળ જઇ રવાપર રોડ ડાયમંડ બેકરી પાસે પહોંચ્યા જ્યાં તેમનું વાહન પાર્ક કરીને તેઓ દુકાનમાં ખરીદી કરવા ગયા હતા. ખરીદી બાદ પાછા આવીને તેમણે જોયું તો ડીકી ખુલ્લી હતી અને પાર્ક કરેલ એકસેસની ડેકી ખોલી કોઈ અજાણ્યા ઇસમે રૂ.રૂ.10,58,900ની ચોરી કરી છે.

(10:16 am IST)