સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th July 2020

આજે છેલ્લે છેલ્લે અબડાસા, લખપતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

બપોરે મુન્દ્રામાં ૭ ઇંચ, સાંજે નખત્રાણામાં ૫ ઇંચ અને રાત્રે અબડાસા, લખપત અઢી થી ત્રણ ઇંચ, તો માંડવીમાં રાત્રે વધુ અઢી ઇંચ સાથે મેઘરાજાએ બોલાવી રમઝટ

 

ભુજ ; અંતે સૌરાષ્ટ્રનો દરિયાઈ કરંટ કચ્છમાં અનુભવાયો છે. આજે ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી રમઝટ બોલાવી હતી. બપોરે મુન્દ્રામાં તોફાની ઇંચ વરસાદ પછી નખત્રાણામાં મોડી સાંજે ધુંવાધાર પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. તો, અત્યાર સુધી કોરા ધાકોડ રહેલા અબડાસા લખપતમાં હવે રાત્રે ધોધમાર અઢી થી ત્રણ ઇંચ વરસાદ સાથે મેઘરાજાએ જમાવટ કરી છે. સાથે માંડવીમાં પણ મોડેથી વધુ અઢી ઇંચ વરસાદ સાથે આજે સાડા સાત ઈંચ વરસાદ પડી ગયો છે. હવે, ભુજ વાસીઓ ઝરમર ઝરમરને બદલે ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે

(11:23 pm IST)