સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th July 2020

ભાવનગરમા એક સાથે ૨૦ કોરોના પોઝીટીવ કેસથી ખળભળાટ : શહેરમાં ૧૨ અને ગામડાઓમા ૮ કેસ : ભાવનગરમા એક સાથે ૨૦ કોરોના પોઝીટીવ કેસથી ખળભળાટ મચી ગયોછે શહેરમાં ૧૨ અને ગામડાઓમા ૮ કેસ નોધાયા છે : આજના ૨૦ પોઝીટીવ કેસ સાથે કુલ કેસ ૪૦૨ થયા છે : કોરોના બેકાબુ થયો હોય તેમ છેલ્લા અઠવાડિયાથી ૧૫ થી ૨૦ કેસની એવરેજથી લોકોમા ફફડાટ ફેલાયો છે

ભાવનગર, તા. ૭ : ભાવનગરમાં આજે બપોરે કોરોનાના વધુ ર૦ પોઝિટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

ભાવનગરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો તેમ ગઇકાલે ૩૮ પોઝિટીવ કેસ નોંધાયા બાદ આજે બપોરે એક સાથે ર૦ પોઝિટીવ કેસ નોંધાતા હંડકપ મચી ગઇ છે.

ભાવનગર શહેરમાં ૧ર અને ગ્રામ્ય વિસ્તારમાં ૮ મળી ને કુલ ર૦ પોઝિટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમો દોડી ગઇ હતી. અને લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે.

આજના ર૦ કેસ સાથે ભાવનગર અને જીલ્લામાં કોરોનાના પોઝિટીવ કેસનો કુલ આંક ૪૦ર થયો છે.

કોરોના સામે નિયંત્રણ જ ન રહ્યું હોય તેમ ભાવનગરમાં છેલ્લા અઠવાડીયાથી સરેરાશ ૧પ થી ર૦ કેસોની એવરેજ આવતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

(2:08 pm IST)