સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

વડોદરામાં પુત્ર-પુત્રવધૂને માર મારનાર માતા-પિતાને કોર્ટે ત્રણ-ત્રણ વર્ષની સજા ફટકારી

વડોદરા:પુત્ર અને પુત્રવધૂને માર મારનાર સગા પિતા અને સાવકી માતા સામેનો કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતાં બંન્નેને કસુરવાર ઠેરવીને ત્રણ વર્ષની કેદ કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે હાલમાં વેદાંત એપાર્ટમેન્ટની સામે રહેતા વિજય નવીનચંદ્ર વસાવા છૂટક મજૂરી કરે છે. વિજય વસાવાના માતા મંજુલાબેન ૧૫ વર્ષ પૂર્વે પતિ સાથે છુટાછેડા લીધા હતા અને પિયરમાં રહેવા જતી રહી હતી.

વિજય વસાવા નવી મમ્મીના પિયરમાં રહેતો હતો અને બનાવના નવ મહિના પૂર્વે પિતા અને નવી મમ્મીના ઘરે વાઘોડિયા ડભોઇ રીંગ રોડ ગુરૃકુલ ચાર રસ્તા પાસે ભાગ્યોદય ટેનામેન્ટમાં રહેવા આવ્યો હતો. પરંતુ લગ્ન પછી પિતા સાથે અણબનાવ થતા વિજય વસાવા અન્ય સ્થળે રહેવા જતો રહ્યો હતો.

ગત ૨૦-૧૧-૨૦૧૫ ના રોજ વિજય વસાવા પિતાના ઘરે પોતાની પત્નીનો સામાન લેવા ગયો હતો. ત્યારે પિતાએ વિજયને માર માર્યો હતો. વિજયને છોડાવવા વચ્ચ પડેલ વિજયની પત્ની હેમલતાને પણ માર મારવામાં આવ્યો હતો.

(4:51 pm IST)