સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

વડોદરા નજીક ભૂત કહી ચીડવતા યુવતીએ અગ્નિસ્નાન કર્યું

વડોદરા: નજીક આવેલા પાદરા તાલુકામાં આવેલા એક ગામમાં ગુરૃવારે બપોરે ૧૯ વર્ષની પરિણીતાએ પોતાના શરીર પર કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું.

ગંભીર રીતે દાઝેલી પરિણીતા હાલમાં એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પરંતુ તેની સ્થિતિ ગંભીર હોવાનુ જાણવા મળે છે. આ ઘટનામાં ચાંેકાવનારી બાબત એ છે કે પરિણીતાએ ભૂતના કહેવાથી અગ્નિસ્નાન કર્યુ હોવાનો આક્ષેપ પરિણીતાનો પતિ લગાવી રહ્યો છે.

આણંદ જિલ્લામાં રહેતી ૧૯ વર્ષની યુવતીના માંડ ત્રણેક મહિના અગાઉ  જ  તા.૧ એપ્રિલ ૨૦૧૮ના રોજ પાદરા નજીક આવેલા એક ગામના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નના  ત્રણ મહિના પુરા  થયાના એકાદ અઠવાડિયામાં  જ યુવાન પરિણીતાએ ગઈકાલે એટલે કે ગુરૃવારે બપોરે ૧૨.૩૦ થી ૨ વાગ્યાના અરસામાં સાસરીમાં પોતાના ઘરમાં જ અગ્નિસ્નાન કરી લીધું હતું.

(4:49 pm IST)