સુરતમાં મહિલાઓ માટે ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 7 મહિલાને રંગે હાથે ઝડપી
સુરત:અડાજણ એલ.પી. સવાણી રોડ હરીઓમ પેટ્રોલપંપની બાજુની ગલીમાં કૈલાશ રેસીડન્સીના એક ફલેટમાં ચાલતા જુગારધામ ઉપર અડાજણ પોલીસે છાપો મારી મહિલા સંચાલક અને દેરાણી-જેઠાણી તેમજ વૃધ્ધા સહિત ૭ મહિલાઓને જુગાર રમતાં ઝડપી લીધી હતી.
મહિલાઓ પ્લાસ્ટીકના કોઇનની મદદથી જુગાર રમતી હતી. પોલીસે રોકડા રૃ. ૨૯,૭૦૦ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અડાજણ પોલીસે મળેલી બાતમીના આધારે ગતસાંજે એલ.પી. સવાણી રોડ હરિઓમ પેટ્રોલપંપની બાજુની ગલીમાં કૈલાશ રેસીડન્સી ફલેટ નં. બી-૨૦૩માં રહેતા રાખીબેન કિશોરભાઇ રંગવાણી (ઉ.વ. ૫૩)ના ફલેટમાં છાપો માર્યો હતો.
રાખીબેન પોતાના ફલેટમાં બહારથી મહિલાઓને બોલાવી ભેગી કરી બેઠકરૃમમાં જુગાર રમાવાની તમામ સુવિધા પૂરી પાડતા હતા.