સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

મોરબી કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં ભડકોઃ પદાધિકારીઓની વરણીમાં સભ્‍યોને વિશ્વાસમાં ન લેવાતા રોષ

મોરબી તા. ૭ :.. મોરબીની કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં ભડકો થયો છે. પદાધિકારીઓની વરણીમાં સભ્‍યોને વિશ્વાસમાં ન લેવાતા રોષ છવાયો છે. જીલ્લાના કોંગી આગેવાનો મનમાની કરતા હોવાનો આક્ષેપ સભ્‍યોએ કર્યો છે.

જીલ્લા પંચાયત બાદ વધુ એક સ્‍થાનીક સ્‍વરાજની સંસ્‍થામાં ઉકળાટ થતા અને કોંગ્રેસની બહુમતી હોવા છતાં સંકલનના અભાવના કારણે વિવાદ સર્જાતા રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે. મોરબી તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્‍યક્ષની વરણી અંગે સ્‍થાનીક આગેવાનોની નીતિરીતીને કારણે બે તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવી હોવાનો આક્ષેપ કર્યો છે.

આ અંગે મોરબી-રવાપરના તાલુકા પંચાયત સદસ્‍ય લલીતભાઇ કાસુન્‍દ્રાએ જણાવ્‍યું હતું કે કોંગ્રેસ પક્ષનો ર૦ વર્ષ જુનો કાર્યકર છ પક્ષમાં નાનામોટા હોદા ભોગવેલ અને મારો રવાપર વિસ્‍તાર ૧૩૦૦૦ મતદારોનો હોવા છતા જીલ્લા કક્ષાના આગેવાનોએ અને મોરબી તાલુકા પંચાયતના સદસ્‍યનો વિશ્વાસમા લીધા વગર પોતાની મરજીથી મોરબી તાલુકા પંચાયતમાં હોદા ઉપર બેસાડી દીધા છે.

તો હું અને મારી સાથે બીજા સદસ્‍યો નારાજ થયા પછીએ તો આવતા સમયમાં નવા જુની થાય તો પક્ષના આગેવાનની જવાબદારી રહેશે તેમ રોષભેર જણાવ્‍યું છે.

(3:58 pm IST)