સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

ટંકારાના મીતાણા પાસે વિદ્યાર્થીઓનો ચક્કાજામ :એસટી બસ સ્ટેન્ડમાં ઉભી નહીં રહેતા છાત્રોનો હોબાળો

મોરબીના ટંકારાના મિતાણા પાસે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો. એસટી બસ બસસ્ટેન્ડ પર ઉભી રહેતી ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ શાળાએ પહોંચવામાં મોડુ થઈ જતુ હોય છે. ત્યારે  વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.જોકે ચક્કાજામની જાણ થતા પોલીસ દોડી ગઈ અને મામલો થાળે પાડ્યો હતો

(2:56 pm IST)