સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

ભાવનગરના બોર તળાવમાં નવ ફૂટ નવા નીર : સપાટી 24 ફૂટે પહોંચી

ભાવનગર :વરસાદને પહેલા રાઉન્ડથી  ભાવનગરના બોર તળાવમાં નવા નીરની  આવક થઈ છે ભાવનગરના રાજવી પરિવાર દ્વારા ભાવનગરની જનતાને પીવાના પાણી માટે બોરતળાવ બનાવવામાં આવ્યું હતું. જે હાલ મહાપાલિકા હસ્તક છે.આ તળાવ ભાવનગર વાસીઓને પાણી પુરુ પાડે છે. ગઈકાલે બોરતળાવ વિસ્તારમાં પડેલા વરસાદથી તળાવમાં નવા નીરની આવક થઈ છે. તળાવમાં 9 ફૂટ નવા નીર આવતા સપાટી 24 ફૂટ પહોંચી છે.

(2:13 pm IST)