સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

જુનાગઢ કોર્પોરેશન દ્વારા કાપડની થેલીનું વિતરણ

 જુનાગઢ : મહાનગરપાલિકા દ્વારા કમિશ્નર પ્રકાશ સોલંકીના આદેશ નાયબ કમિશ્નર એમ.કે. નંદાણીયાની સુચનાથી આસી. કમિશ્નર ટેકસ શ્રી પ્રફુલ કનેરીયા દ્વારા આઝાદ ચોક, પંચહાટડી ચોક, નાની શાક માર્કેટ અને માંગનાથ રોડ ઉપર મહિલાઓ દ્વારા કાપડની થેલીનું વિતરણ કરવામાં આવેલ હતું. નાગરિકોને તથા સરકારશ્રીના પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા જાહેર અપીલ કરવામાં આવે છે. ઝબલા જપ્ત કરવામાં આવેલ અને આ ચેકીંગ દરમ્યાન શ્રી હરસિદ્ધ ફરસાણ તથા આકાશ ફરસાણમાં ચેકીંગ કરી અખાદ્ય તેલનો નાશ કરવામાં આવેલ છે તથા બન્ને વેપારી પાસેથી રૂ. ૭પ૦૦ દંડની વસુલાત કરવામાં આવેલ છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:45 pm IST)