સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

ધ્રાંગધ્રાના પથુગઢ રોડ ઉપરથી ૩૫ લાખનો દારૂ જપ્ત

ટ્રક, કાર સહિત રૂ.૬૫ લાખના મુદ્દામાલ સાથે ૨ સગાભાઇઓ સહિત ૬ ઝડપાયા

વઢવાણ તા.૭: સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામા આવેલ પથુગઢ રોડ ઉપરથી આરઆર સેલ દ્વારા ૩૫ લાખના દારૂ-બિયર સહિત રૂ.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ૨ સગા ભાઇઓ સહિત ૬ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. 

 

પ્રાપ્ત માહિતી મુજબ આરઆર સેલના પીએસઆઇ કે.એમ. પટેલની સુચનાથી આરઆર સેલના લક્ષ્મણસિંહ હરિચંદ્રસિંહ ઝાલા, દિલીપસિંહ હનુભાઇ સિંધવ સહિતના પેટ્રોલીંગમાં હતા ત્યારે ધ્રાંગધ્રાના પ્રથુગઢ ગામની અંદર કણજરીયા સમાજ (સતવારા)ની વાડીના ડેલા સામે દારૂનુ કટીંગ થઇ રહ્યાનુ જાણવા મળતા રૂ.૩૫ લાખનો દારૂ,ટ્રક,મેટાડોર,કાર સહિત રૂ.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ દરમિયાન પોલીસે હુસેન ઉર્ફે ટોલીયો અબ્દુલ કુરેશી તેનો ભાઇ હસન ઉર્ફે પટીયો અબ્દુલ કુરેશી તથા વાહનોનો ડ્રાઇવરો સહિત ૬ શખ્સોની ધરપકડ કરી છે જયારે વસંત કાનજી વાણીયા ફરાર થઇ જતા તેની શોધખોળ હાથ ધરી છે.

(1:43 pm IST)