સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

સાવરકુંડલાના જેસરમાં વિદાય સમારંભ

સાવરકુંડલાઃ જેસર તાલુકાના વિકાસ અધિકારી આર.એસ. ગોસાઇનો તાલુકા પંચાયતદ્વારા ગોલ્ડન સ્કૂલ ખાતે વિદયા કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે શાઇ ઓઢાડી સન્માનીત કરીને યોજાયો હતો. ધારાસભ્ય કેશુભાઇ નાકરાણીએ શ્રી ગોસાઇને ફુલહાર કરી સન્માનીત કરવામાં આવેલ હતા તેમજ ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી બરનાવલના હસ્તે શ્રીફળ અને સાકરનો પડો આપી વિદાય આપી હતી આ કાર્યક્રમમાં પ્રાથમિક સંઘના વિવિધ અધિકારીઓ રાજકીય તથા સામાજિક અગ્રણીઓ શ્રી ગોસાઇનું સન્માન કરી વિદાય આપી હતી.(તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:41 pm IST)