સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

૩૦ ગુન્હાનો આરોપી અને ૬ આરોપમાં ફરાર ૮ માસથી પેરોલ વોન્ટેડ સાંગોઈનો કોળી ઝડપાયો

વઢવાણ, તા. ૭ :. એસ.ઓ.જી. શાખાના પોલીસ ઈન્સ. કે.એ. વાળા, પો.સ.ઈ. એસ.બી. સોલંકી, એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. દાદુભાઈ જાડેજા, ઘનશ્યામભાઈ મસીયાવા, આર.કે. પરમાર, નરેન્દ્રસિંહ ચુડાસમા, હેડ કોન્સ. દાજીરાજસિંહ, હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, ભૂપેન્દ્રભાઈ ગોલેતર, ડાયાભાઈ, પો. કોન્સ. હરદેવસિંહ, સંજયસિંહ, રાજદીપસિંહ, મહીપાલસિંહ, મહિલા પો. કોન્સ. સંગીતાબા રાણા, પ્રિયંકાબેન પરમાર, ડ્રા. પો. કોન્સ. વિજયભાઈ, પરસોતમભાઈ વિ. સ્ટાફના માણસો સાયલા પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હતા. દરમ્યાન એ.એસ.આઈ. દાદુભાઈ કરીમભાઈ જાડેજાનાઓને મળેલ બાતમી આધારે રણછોડભાઈ ઉર્ફે તકુ મેરાભાઈ શેખ ત. કોળી (ઉ.વ.૫૫) રહે. સાંગોઈ તા. સાયલા હથીયાર સાથે સાંગોઈ ગામના પાટીયા માળવાળી મેલડી માતાજીના મંદિર પાસેથી દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મજલ લોડ બંદુક કિં. રૂ. ૨૫૦૦ના હથીયાર સાથે પકડી પાડેલ છે.

મજકુર આરોપી વિરૂદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં કુલ આર્મ્સ એકટ ૨૫ (૧) (૧-બી)એ મુજબ ૨૭ તથા જસદણ પો. સ્ટે.માં ૧ તથા ગોંડલ સ્ટે.માં ૨ મળી કુલ ૩૦ ગુન્હાઓ નોંધાયેલ છે. જે પૈકીના ગુન્હાઓમાંથી સાયલા પો. સ્ટે.ના સેકન્ડ ગુ.૨.નં. ૩૦૩૧/૧૭ તથા (૨) સેકન્ડ ગુ.૨.નં. ૩૦૩૬/૧૭ (૩) સેકન્ડ ગુ.૨.નં. ૩૦૩૯/૧૭ (૪) સેકન્ડ ગુ.૨.નં. ૩૦૪૩/૨૦૧૭ (૫) સેકન્ડ ગુ.૨.નં. ૩૦૫૦/૨૦૧૭ (૬) સેકન્ડ ગુ.૨.નં. ૩૦૫૧/૨૦૧૭ આર્મ્સ એકટ ૨૫(૧) (૧-બી)એ મુજબના ગુન્હામાં મજકુર આરોપી નાસતો ફરતો છે.

મજકુર આરોપી આશરે છેલ્લા ૮ માસથી સુ.નગર સબજેલમાંથી પેરોલ વોન્ટેડ છે. જેને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(1:39 pm IST)