સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

ધોરાજીના ભાડેરમાં હત્યા કેસમાં રાજપૂત સમાજ દ્વારા આવેદન

ધોરાજી : તાલુકાના ભાડેર ગામે પટેલ આઘેડની હત્યામાં આરોપી તરીકે નિર્દોષ રાજપૂત સમાજના લોકોને ખોટી રીતે ફીટ કરી દેવાયા હોવાની રજૂઆત સાથે રાજપૂત સમાજ દ્વારા રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતું. ક્ષત્રિય સમાજના ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ભાડેર સહિત ગામોમાંથી બહોળી સંખ્યામાં આવેલા ક્ષત્રિય આગેવાનો પ્રતિપાલસિંહ જાડેજા, જનકસિંહ જાડેજા, અભેસંગજી વાઘેલા, ગંભીરસિંહ વાળા, હરપાલસિંહ, જયદેવસિંહ વાળા, હરપાલસિંહ જાડેજાએ પ્રાંત અધિકારીને લેખતિ  મૌખિક રજૂઆતમાં જણાવેલ છે. જીવણભાઇ આંગાણીની હત્યા આરોપી તરીકે ભાવસંગ નનુભા જયુભા જીતુભા રઘુવીરસિંહ જયુભા, પૃથ્વીસિંહ ભાવસીંગહ, તેમજ દિગુભા જયુભા તદન નિર્દોષ છે. હત્યાના બનાવના સમયે આ તમામ આરોપી અન્ય શહેરમાં કે કોઇ કામકાજ સબબ બહારગા હતાં જેના અન્ય શહેરના સી.સી. ટીવી ફુટેજ કે અનય પુરાવા એકત્રીત કરાઇ તો તેમની સંડોવણી ખોટી રીતે થઇ હોવાનું ફલીત થાય. ફરીયાદી પક્ષ દ્વારા રાજકીય વગનો મોટા પાયે ઉપયોગ થાઇ છે. ક્ષત્રિય આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જામકંડોરણાના પ્રતિપાલસિંહ જાડેજાએ જણાવેલ કે ભાડેર ગામે બનેલો બનાવ દુઃખદ છે તેની નિંદા કરીએ છીએ આથી અન્ય હત્યામાં વાસ્તવીક રીતે જેની સંડોવણી હોય તે ગમે તે જાતીના હોય કડક પગલા ભરવા જોઇએ. (તસ્વીર-અહેવાલ : કિશોર રઠાોડ-ધોરાજી)

(1:38 pm IST)