સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

વેરીફિકેશનના બહાને ઓટીપી નંબર માંગી ગઠીયો કળા કરી ગયો

જસદણ ટીડીઓના ખાતામાંથી ગઠીયાએ ર૦ હજાર ઉપાડી લીધા

જસદણ તા. ૭ :.. એટીએમ ચાલુ કરાવવાના બહાને ઓટીપી માંગી જસદણ તાલુકા વિકાસ અધિકારીના બેંક ખાતામાંથી વીસ હજાર ઉપાડી જતા ચકચાર જાગી છે.

જસદણ તાલુકા વિકાસ અધિકારી એ.એમ. પટેલનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં બેંક ખાતુ છે. જેનું એટીએમ કાર્ડ બંધ થઇ ગયું હતું. દરમિયાન બે દિવસ પૂર્વ તેમના મોબાઇલમાં ફોન આવ્યો હતો અને એટીએમ કાર્ડ બંધ હોઇ ચાલુ કરાવવા જણાવ્યું હતું. એસબીઆઇ અમદાવાદ હેડ ઓફીસેથી બોલાતા હોવાનું જણાવ્યું હતું અને કાર્ડ ચાલુ કરાવવા ઓટીપી માગ્યો હતો. બીજી વખત વેરીફીકશેનના બહાના હેઠળ ફરીવાર ઓટીપી માગ્યો હતો. જો કે ત્યારબાદ ટીડીઓ પટેલને શંકા જતા અને તેમની સાથે છેતરપીંડી થઇ હોવાનું તેમને લાગતા ત્રીજી વખત ઓટીપી આપવાને બદલે ફોન કાપી નાખ્યો હતો. જો કે ત્યારબાદ બેંક ખાતમાં તપાસ  કરતા રૂપિયા ૯૯૯૯ બે વખત એટલે કે કુલ રૂપિયા  ૧૯૯૯૮ રૂપીયા ઉપડી ગયા હતાં.

(12:46 pm IST)