સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

ધોરાજીમાં વાલ્મીકી યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

ધોરાજી, તા. ૭ : પોસ્ટ ઓફીસ ચોક નજીક આવેલા ગાંધીવાસમાં વાલ્મીકી યુવાને ગળાફાંસો ખાઇ લેતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું. સ્ટેશન બીટ જમાદાર બી.એચ. ગંભીરએ જણાવેલ કે ગાંધીવાસમાં રહેતા કાંીતભાઇ પ્રેમજીભાઇ વાઘેલા ઉ.વ.૪૦ તેમના ઘરે પોતાના રૂમમાં સાડી વળે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતાં. મૃતક કાંતિભાઇ વાઘેલાને બે પુત્રો છે જે મજુરી કામ કરી રહ્યા છે અને કાંતિભાઇના પત્ની હાલ હયાત નથી. એકલવાયુ જીવન અને બેરોજગારીથી કંટાળી પગલુ ભર્યું હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી હતી. તપાસ બી.એમ. ગંભીરે હાથ ધરી છે.

રોધેલમાં દારૂ પકડાયો

જામકંડોરણા પીએસઆઇ ગોજીયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે જામકંડોરણા તાલુકાના રોધેલ ગામે અનિરૂદ્ધસિંહ પ્રવિણસિંહ જાડેજા ઉ.વ.ર૧ વાળાના રહેણાક મકાનમાં દારૂ છુપાવાયો હોવાથી પીએસઆઇ ગોજીયા અને સ્ટાફે ઘટની તલાશી લેતા રહેણાક મકાનમાં ખાડો કરી દાટી દેવાયેલો ૧ પેટી અંગ્રેજી બનાવટનો દારૂ કિંમત અંદાજે ૩૩૦૦/-ની કિંમતનો મળી આવેલ. આ સાથે જામકંડોરણા પોલીસે આરોપીની અટકાયત કરી આરોપીના રીમાન્ડ અર્થે તજવીજ હાથ ધરી હતી.

(12:44 pm IST)