સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

મચ્‍છુ-ર ડેમમાં માત્ર ર૦ દિવસ ચાલે તેટલું પાણી રહેતા મોરબીમાં એકાંતરા પાણી વિતરણ

મોરબી, તા.,૭: વરસાદની આ મોસમમાં વરસાદ ખેંચાતા મોરબી પંથકને પીવાનુ પાણી પુરૂ પાડતા મચ્‍છુ-ર ડેમના પીવાના પાણીનો જથ્‍થો માત્ર ર૦ દિવસનો જ રહયો હોવાથી અને વરસાદ કયારે થાય તે પણ અચોકકસ હોવાથી તંત્ર દ્વારા હાલ મોરબીમાં રોજબરોજની જગ્‍યાએ એકકાંતરા નિધાર્રીત સમયે  જ પાણી પુરવઠો પુરો પાડવા નિર્ણય લેવાયાનું જાણવા મળ્‍યું છે. જેથી મોરબી વાસીઓએ જળ સંકટનો સામનો કરવો પડશે.

મોરબી જીલ્લા ભાજપ દ્વારા સરકારમાં મોરબી મચ્‍છુ-ર ડેમમાં નર્મદાની કેનાલ મારફત પાણી ઠાલવવા રજુઆત કરાઇ છે. પરંતુ અહી સુધી પાણી પહોંચાડનારી માળીયાની બ્રાંચ કેનાલ પણ બંધ હોવાનું જાણવા મળ્‍યું છે. જો નર્મદાના નીર સમયસર નહી મળે તો આગામી સમય માટે મેઘરાજા પર નિર્ભર રહેવું પડે તેવો સંજોગો ઉભા થયા છે.

(12:10 pm IST)