સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

જૂનાગઢ લાયન્સના હોદ્દેદારોની શપથ વિધી

 જૂનાગઢ : લાયન્સ કલબ જૂનાગઢ રૂદ્રાક્ષના વર્ષ ૨૦૧૮-૧૯ના નવા વર્ષના હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. પ્રમુખ તરીકે જીએસપી સ્કુલના સંચાલક પારસભાઇ પાનસુરીયાએ શપથ લીધા હતા. લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડી. ૩૨૩૨-જે ના હોદ્દેદારોની હાજરીમાં લાયન્સ કલબ જૂનાગઢ રૂદ્રાક્ષના વર્ષ ૨૦૧૮-૧૯ના હોદ્દેદારોનો પદ ગ્રહણ સમારોહ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી અને જૂનાગઢના મેયર આદ્યશકિતબેન મજમુદાર તેમજ જૂનાગઢના આઇજી એમ.એમ.અનારવાલાની ઉપસ્થિતિમાં યોજાઇ ગયેલ. નવા વર્ષના પ્રમુખ અને તેની ટીમને ભુજથી પધારેલ પીડીજી ભરતભાઇ મહેતાએ પદગ્રહણ શપથ ગ્રહણ કરાવેલ અને લાયન્સ કલબ રૂદ્રાક્ષની ટીમને બિરદાવેલ.ભીખાભાઇ જોષી અને મેયર આદ્યશકિતબેન મજમુદારે લાયન્સ કલબ રૂદ્રાક્ષને કોઇપણ પ્રકારની જરૂર પડે ત્યારે મદદની ખાતરી આપેલ. ધીરૂભાઇ રાણપરીયાએ ઉતરોતર પ્રગતિ કરે તેવા આર્શિવાદ આપેલ. ભુજથી પધારેલ મીનાબેન મહેતાએ કલબની પ્રવૃતિથી પ્રભાવિત થયેલ. સ્વાગત પ્રવચન વિદાય લઇ રહેલા પ્રમુખ રમેશભાઇ રામાણીએ કર્યુ હતુ. સમારંભનું ઉદઘાટન કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:54 am IST)