સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

સોમનાથમાં દિવાતળે અંધારૂ!!

પ્રભાસપાટણ : હાઇવે રોડ ઉપરથી સોમનાથ જવાના રસ્તે શંખ સર્કલ પાસે મોટો હાઇમાસ્ટ ટાવર આવેલ છે આ ટાવરની તમામ લાઇટો બંધ હોવાથી અવર-જવર કરતા વાહોનને મુશ્કેલી પડે છે આ રસ્તો ત્રિમાર્ગીય છે તેથી ઉના-દીવ બાજુથી સોમનાથ જતા વાહનો, વેરાવળથી સોમનાથ જતા વાહનો અને સોમનાથથી બંને બાજુ વાહનોને કારણે વાહનોનો સતત ઘસારો રહે છે. સોમનાથ- રેલ્વે સ્ટેશને રાત્રીનાં પણ યાત્રીકો આવતા હોય છે જેથી ઓટો રીક્ષા અને ચાલીને જતા લોકોને પણ મુશ્કેલી પડે છે. જેથી આ મહત્વનો લાઇટનો ટાવર બંધ હોવાથી અવર-જવર કરતા વાહનોને મુશ્કેલી પડે છે અને અકસ્માતનાં બનાવની પુરી શકયતા છે. તો તાત્કાલીક આ હાઇ માસ્ટ ટાવર ચાલુ કરવું જરૂરી છે.(તસ્વીરઃદેવભાઇ રાઠોડ-પ્રભાઇ પાટણ)

(11:50 am IST)