સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

મેંદરડા ગ્રામ પંચાયત જનરલ બોર્ડની બેઠકમાં ગામના પાયાના પ્રશ્નો ચર્ચાયા

અધ્યક્ષ મનીષાબેન વેકરીયા તથા સભ્યોની વિશાળ હાજરી રહી

મેંદરડા, તા.૭: મેંદરડા ગ્રામ પંચાયતના જનરલ બોર્ડની મીટીંગ અધ્યક્ષ મનીષાબેન વેકરીયાના અધ્યક્ષ સ્થાને તમામ સદસ્યોની હાજરીમાં હતા.

આ મીટીંગમાં ગ્રામના વિકાસને લગતા તથા પ્રજાની મુશ્કેલીને નજર સમક્ષ રાખી તેની ચર્ચા કરી પ્રશ્નો ઝડપથી ઉકેલવા અધ્યક્ષે ખાત્રી આપી હતી.

આ મિટીંગમાં સભ્ય પુંજાભાઇની રજુઆત ધ્યાને લઇ ગામને ૩૦ દિવસમાં પ્લાસ્ટિક મુકત કરવા અને આ માટે વેપારીઓને પ્લાસ્ટિક ન વેચવા જણાવવાનું નકકી થયેલ તા.૧ ઓગષ્ટથી દંડ અને માલ જપ્તીની કાર્યવાહીનો નિર્ણય લેવાયેલ.

ગામમાં જે લોકોએ ભુગર્ભ ગટરના કનેકશન લીધા હોય અને વેરો બાકી હોય તેવા આસામીને નોટીસ આપી નળ કનેકશન કાપવાની કાર્યવાહી કરવા નકકી કરેલ.

ન્યાય સમિતિના ચેરમેન દિપક મકવાણાની રજુઆત ૧૪મી નાણાપંચની ગ્રાંટમાંથી સાતવડલા ચોક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતુ હોય ત્યાં રોડ બનાવવા તથા પછાતી વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવા તથા લાઇટ તથા ભુગર્ભ ગટરની સુવિધા આપવા રજુઆત કરાઇ હતી જેના માટે કાર્યવાહી કરવા ઠરાવાયું હતું.

સભ્ય ગૌતમ જે.શેઠ. દ્વારા જુની ગતિમાં ભુગર્ભ ગટરનું પાણી સ્મશાન તરફ જતું હોય તે અટકાવવા જયારે રજીયાબેને સાતવડલા પાસે રોડ બનાવવા તથા હરેશભાઇ ખૂંટે લેબર કોન્ટ્રાકટર બદલવા માટે રજુઆત કરવા તમામની રજુઆત માટે યોગ્ય કાર્યવાહી કરવાનું ઠરાવેલ હતું.

(11:46 am IST)