સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

ઉનામાં વરસાદ બાદ ઠેર-ઠેર ખાડાં

ઉના તા.૭ : ત્રિકોણબાગથી વડલી ચોક સુધીનો નેશનલ હાઇવે રોડમાં માત્ર પાંચ ઇંચ વરસાદમાં મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોના અકસ્માતના બનાવો વધ્યા છે.

શહેરમાંથી પસાર થતો સોમનાથ ભાવનગર રોડ, ત્રિકોણબાગથી આગળ પેટ્રોલપંપ સામે, એસટી બસ સ્ટેશન સામે, વડલીચોકમાં ધારાસભ્યના કાર્યાલય સામે, છેલ્લા એક વર્ષથી ભુગર્ભ ગટરના કામ વખતે ખોદાયેલ રોડ રીપેર થયો નથી. તેમાય છેલ્લા ર દિવસથી પાંચ ઇંચ વરસાદ વરસી જતા મોટા ર ફુટ પહોળા ૦ાા ફુટ ઉંડા ખાડા પડી જતા વાહનચાલકો જેમાં મોટર સાયકલ ચાલકો તથા સાયકલ ચાલકો પસાર થાય છે ત્યારે ખાડામાં પાણી ભરેલ હોય રોડ ઉપર પાણી હોય ત્યારે પડવાના બનાવો અકસ્માતના બનાવો વધ્યા છે. કોઇને મોટી ઇજા કે જાનહાની થાય તે પહેલા નેશનલ હાઇવેના અધિકારી વોટરપ્રુફ કાંકરીથી બુરી લેવલીંગ કરાય તેવી માંગણી ઉઠી છે.

નદીના પુલ ઉપર પણ ડામરરોડમાં મોટાખાડા પડી ગયા છે. ગત વર્ષે આ ખાડા બુરવા ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંસે ખાડામાં બેસી ચકકાજામ આંદોલન કરેલ છે. વહેલી તકે ખાડા બુરી લોકોને રાહત અપાવે તેવી માંગણી ઉઠી છે.

(11:45 am IST)