સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

પાટણવાવના ઓસમ ડુંગર ઉપર સફાઇ અભિયાન...૧૦૦ મણ પ્લાસ્ટીક-કચરો એકત્રિત

ધોરાજી : પંથકના પાટણવાવના ગામે પ્રવાસન સ્થળ ઓસમ પર્વત ઉપર નવરંગ નેચર કલબ, ધોરાજી-ઉપલેટા આહીર સમાજ, ગુજરાત સ્પેટ એકેડમી -જેતપુર, માનવ સેવા યુવક મંડળ-ધોરાજી, આહીર એકતા મંચ ગુજરાત સહિત ધોરાજી, ઉપલેટા અને પાટણવાવની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ૬૦૦ થી વધારે અને અગ્રણીઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરી પ્લાસ્ટીક મુકત બનાવાયો હતો.  વધતા જતા પ્લાસ્ટીકના પ્રદુષણથી પ્રકૃતિને બચાવવાના ઉમદા આશય સાથે સામાજીક સંસ્થા દ્વારા ર૦ ટીમો બનાવી ડુંગર વિસ્તારમાંથી ૧૦૦ મણથી પણ વધારે પ્લાસ્ટીક કચરો ભેગો કરી નીચે ઉતારાયો હતો... સાથે સાથે છાત્રોએ પ્લાસ્ટીકનો ઉપયોગ નહી કરવા સંકલ્પ પણ લીધા હતાં.  સફાઇ અભિયાનને સફળ બનાવવા રાજકોટના વી.ડી. બાલા, બાબરીયા, ભોલાભાઇ સોલંકી, પાટણવાવના સરપંચ ગીરીશભાઇ પેથાણી, શૈલેષભાઇ બુટાણી, હરીભાઇ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(11:33 am IST)