સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

જસદણમાં ૧.રર લાખની મતાની ચોરી

કોળી પરિવાર અગાસી ઉપર સૂતો'તોને તસ્કરો ઘર સાફ કરી ગયા

જસદણ તા. ૭ :.. જસદણના કોળી યુવાના ઘરમાંથી રોકડ, દાગીના, મોટર સાયકલ સહિતાની ચોરી થતા ચકચાર જાગી છે.

જસદણના કમળાપુર રોડ ઉપર આનંદધામ વિસ્તારમાં રહેતા નોકરીયાત યુવાન રમેશભાઇ વિહાભાઇ ઓળકીયા તથા તેનો પરિવાર મકાન બંધ કરીને અગાસી ઉપર સુતા હતા ત્યારે તસ્કરોએ નકુચા તોડી, તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી રોકડા, રૂપિયા બાર હજાર, ૧ લેપટોપ, ર તોલાનો સોનાનો ચેન, ચાંદીના બે જોડી છડા, એક મોટર સાયકલ વગેરે મળી કુલ રૂપિયા ૧,રર,૦૦૦ ના મુદામાલની ચોરી કરી હતી. રમેશભાઇ ઓળકીયાની ફરીયાદ ઉપરથી વધુ તપાસ જસદણ પીએસઆઇ ડી. એલ. ખાચર ચલાવી રહ્યા છે.

(11:31 am IST)