સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

ઉપલેટામાં દેવીપૂજક મહિલાને ઇલેકટ્રીક શોટ લાગતા મોત

ઉપલેટા તા.૭: અહિયા અશ્વિન ટોકીજ પાસે રહેતી એક દેવી પુજક મહિલાને તેના ઘરે પાણીની ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા જતા અકસ્માતે ઇલેકટ્રીક શોટ લાગતા ઘટના સ્થળ ઉપર કરૂણ મોત થયેલ છે. વિગત એવા પ્રકારની છે કે દેવીપુજક જયાબેન વિઠલભાઇ સોલંકી ઉ.વ.૨૮ વાળીને ઇલેકટ્રીક શોટ લાગતા મોત થયેલ હતું મરનાર મહિલાની ડેડબોડી ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે આવતા ફરજ ઉપરના ડોકટર એ પોલીસમાં જાહેર કરતા વધુ તપાસ પો.જ. મુળજીભાઇ ખીમસુરીયા એ હાથ ધરેલ છે.

 

(11:31 am IST)