સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

કોલકી ગામની સીમમાં પટેલ વૃધ્ધે ઝેરી દવા પી જીંદગી ટૂંકાવી

ઉપલેટા તા.૭: અહીંથી ૭ કિ.મી. દુર તાલુકાના કોલકી ગામની સીમમાં કોલકીના પટેલ વૃધ્ધએ ઝેરી દવા પી લેતા મોત થયેલ  છે. વિગત મુજબ કોલકી ના સુરેશભાઇ ભીમજીભાઇ ચનીયારા ઉ.વ.૬૨ એ કોઇ અગમ્ય કારણોસર કંટાઇી જઇ પોતાની વાડી એ ઝેરી દવા પી લેતા મોત થયેલ હોવાનું જાણવા મળતા મરનાર વૃધ્ધની ડેડબોડી ઉપલેટાની કોટેજ હોસ્પિટલમાં લાવેલ હતા ફરજ પરના ડોકટરોએ મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેમના પરિવારને ડેથબોડીનો કબ્જો સોંપેલ હતો. તપાસ જમાદાર મનીષભાઇ પાંચાભાઇ ચલાવી રહયા છે.

(11:31 am IST)