સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

હર્યા-ભર્યા જંગલ અને તેમાં ફરતા વન્ય પ્રાણીઓ વચ્‍ચે સફર કરવા માટે સાસણ ગીરમાં પાર્ક બનાવાશેઃ ખોટા ખર્ચા કરીને વિદેશ જવાની જરૂર નહીં રહે

ગીર-સોમનાથઃ સાસણ-ગીરના જંગલમાં ફરતા પ્રાણીઓનો નજારો જોવા અને હર્યા-ભર્યા જંગલનો અદભુત નજારો માણવા માટે સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવશે.

ગીર, એશિયાટિક સિંહોની એકમાત્ર વસાહત હવે વિશાળ ગ્રાસલેન્ડ બનવા જઈ રહ્યું છે. વનવિભાગ પાછલા કેટલાક વર્ષથી સતત ઉજ્જળ થઈ ગયેલી આ જમીન પર મોટાપાયે ઘાસ ઉગાવવાના પ્રયાસ કરી રહ્યું છે અને હવે તેમાં સફળતા મળતી પણ જોવા મળે છે. જેના કારણે આ હર્યુંભર્યું જંગલ ટુરિસ્ટોને તો આકર્ષિત કરશે પણ સાથે સાથે આ જંગલની ઈકોસિસ્ટમ માટે પણ અતિમહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

જંગલમાં ઘાસચારાની જમીન વધતા હરણ સહિતાના તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધશે જે સિંહો માટે પણ શિકારની સહુલિયત બનતા ગામમાં શિકાર માટે સિંહોના આવી જવાની ઘટના ઓછી થશે. વનવિભાગના આંકડા જણાવે છે કે પાછલા 30 વર્ષમાં આ વિસ્તારમાં પ્રતિ હેક્ટર જમીને 64.4 લાખ કિગ્રા ઘાસ ઉગતું હતું જે પાછલા 3 વર્ષમાં 285 ટકા જેટલું વધીને 2017-18 માટે પ્રતિ હેક્ટર 180 લાખ કિગ્રા થઈ ગયું છે. તેમાં પણ સિંહોના કુદરતી રહેઠાણ એવા જુનાગઢ અને ભાવનાગર રેન્જના જંગલોમાં આ વધારો જોવા મળ્યો છે.

જુનાગઢ સર્કલના ફોરેસ્ટ અધિકારી ચીફ કન્ઝર્વેટર એ.કે. મહેતાએ કહ્યું કે, ‘ગીરમાં એ ક્ષમતા છે કે તે ભારતનું પ્રખ્યાત ગ્રાસલેન્ડ જંગલ બની શકે છે. આ વિસ્તારમાં જમીન સૌફી બેસ્ટ ક્વોલિટીનું ઘાસ પેદા કરે છે. પથરાળ જમીન હોવાથી ખેતીની બહુ શક્યતા નથી પણ ઉત્તમ ક્વોલિટીનું અને ઊંચુ ઘાસ જરુર અહીં ઉગી શકે છે.આ વિસ્તારમાં ઘાસનું વધુ પ્રમાણ સિંહોનું ખોરાક માટે પરિવ્રજન અટકાવશે. તેમજ દુકાળગ્રસ્ત વિસ્તારોમાં તૃણાહારી પ્રાણીઓ માટે આ ઘાસ ઉપયોગી થશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યામાં 32,596 હેક્ટરમાં 82 અનામત ગોચર જમીન છે જેમાંથી 2015-16માં ઘાસ ઉત્પાદન છતા અન્ય રાજ્યોમાંથી એક કરોડ કિગ્રા ઘાસ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પશુઓના ખોરાક માટે ખરીદવું પડ્યું હતું. જ્યારે બિનઅનામત ગોચર જમીનમાં ઉગેલા ઘાસ હરરાજી દ્વાર વેંચવામાં આવે છે. ફોરેસ્ટ વિભાગે અહીં 300 હેક્ટર જમીનમાં ચોમાસા બાદ પણ ઘાસ ઉગાડવા વિસ્તારમાં આવેલ કુવાઓની મદદથી ઇરીગેશન પધ્ધતી દ્વારા પ્રતિ હેક્ટર 10000 કિગ્રા ઘાસ ઉગાડવાનું શરુ કર્યું છે. જેને વનવિભાગ દ્વારા ખાસ વ્હેરહાઉસમાં સ્ટોર કરવામાં આવે છે.

(6:15 pm IST)