સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th June 2021

મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજાનું રબારી સમાજ દ્વારા સન્માન કરાયું

અજાણા પરિવારના સદસ્યો અને અન્ય મિત્રો દ્વારા જયુભાનું શાલ ઓઢાડી, હારતોરા કરી બહુમાન કરાયું

મોરબી ક્ષત્રીય સમાજના સેવાભાવી જયુભા જાડેજાની મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે કોરોના કાળમાં તેમને કરેલ સેવાને બિરદાવી મોરબી તાલુકાના ઘુનડા (સ) ગામે રબારી સમાજ અજાણા પરિવાર દ્વારા તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું
જે પ્રસંગે અજાણા પરિવારના સદસ્યો અને અન્ય મિત્રો દ્વારા જયુભાનું શાલ ઓઢાડી, હારતોરા કરી બહુમાન કરવામાં આવ્યું હતું આ તકે કિશન રમેશભાઈ રબારી, વેલાભાઇ લીંબાભાઈ રબારી, હમીરભાઈ ભવાનભાઈ રબારી, અરજણભાઈ થોભણભાઈ રબારી, નારણભાઈ ગોવાભાઈ રબારી, રામશીભાઈ લાખાભાઈ રબારી, અમરાભાઈ થોભણભાઈ રબારી, વાલાભાઈ જીવાભાઈ રબારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે જયુભાએ તેઓ હમેશા રબારી સમાજ સાથે છે અને સમાજને જરૂરત પડે ત્યારે તેઓ હમેશા ખડેપગે હાજર રહેશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું

(8:15 pm IST)