વનવિભાગ ટંકારા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હરબટીયાળીમાં
મોરબી,તા. ૭ : વનવિભાગ ટંકારા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હરબટીયાળી ખાતે કરવામાં આવેલ. ફોરેસ્ટ વિભાગ સાથે એફ્પો સંસ્થા ટંકારા દ્વારા દયાનંદ ચોક ખાતે વિનામૂલ્યે રોપા વિતરણ કર્યા.
જીવ અને વનનો સમન્વય એટલે જીવન આ સુત્રને સાર્થક કરવા ૫ જુન વિશ્ર પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ટંકારા વનવિભાગ અને સામાજિક વનિકરણ વિભાગ રાજકોટ દ્વારા હરબટીયાળી આરોગ્ય કેન્દ્ર ખાતે વુક્ષારોપણ કર્યુ હતું.
જૈવ વિવિધતા અને BCI પ્રોજેકટ અંતર્ગત એફ્પો સંસ્થાના ફિલ્ડ ફેસીલેટર સાથે રહી ટંકારા શહેરમા તુલસી, ઉમળો, અરડૂસી, બિલ્લીના રોપાનુ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતું જે બે કલાક જેટલા ટુકા સમયમાં ખલાસ થઇ જતા નગરવાસી દ્વારા પર્યાવરણની અવેરનેસ જોવા મળી હતી.
કોરોના કપરાં કાળે કાળા માથાના માનવીને જીવનચક્ર માટે પર્યાવરણ અને પ્રાણવાયુની કેવી કિમત છે એ ઝલક બતાવી છે.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સામાજિક વનસંરક્ષક વિભાગ રાજકોટ અને વનવિભાગ ટંકારા ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે. ટી કુડારીયા. એસ આર વાધેલા. મેહુલભાઈ સંઘાણી એ.એ.રાઉમા સહિતનો ફોરેસ્ટ સ્ટાફ હાજર રહેલ.
એફ્પો સંસ્થાના પિ. યુ. મેનેજર ક્રિમપાલ દેત્રોજા, રાજન ગોગરા, જયેશભાઈ, સંદિપભાઈ, નિતાબેન આ ઉજવણીમા જોડાયા હતા