News of Sunday, 7th June 2020
પોરબંદરના ફટાણા ગામે જમીનને લઇને બોલાચાલી થતા ઉશ્કેરાટમાં ભત્રીજાએ પ૩ વર્ષીય કાકાનું ઢીમઢાળી દીધુ
ભત્રીજાએ કાકાને બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી નાંખી
પોરબંદર : પોરબંદરના ફટાણા ગામે મજીમાણા ગામમાં રહેતા લાખાજી જેઠાજી ઓડેદરા (ઉ.વ.ર્ પ૩)નું તેમના જ ભત્રીજા ભાવેશજી મસરીજી ઓડેદરાએ કરપીણ હત્યા કરી મોત નીપજાવતા પોરબંદર પંથકમાં ચકચાર જાગી છે. મળતી માહિતી મુજબ આ બનાવ જમીનના કારણે બન્યાનું બહાર આવેલ છે. છેલ્લા ૧પ દિવસમાં એક જ ગામમાં એક જ પ્રકારનો હત્યાનો બીજો બનાવ બનતા ગ્રામ્ય પંથકમાં ભયનો માહોલ જોવા મળે છે.
આ ચકચારી હત્યાની જાણ થતા ઘટના સ્થળે બગવદર પોલીસે દોડી થઇને ગુન્હો નોંધી આરોપીની ધરપકડની તજવીજ સાથે તપાસ આરંભી છે.
(3:37 pm IST)