સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

જુનાગઢ અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

જુનાગઢ, તા. ૭ : અખિલ હિંદ મહિલાપરિષદ દ્વારા વૈવિધ્યસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.  સમૂહ પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ. સંસ્થાના કારોબારી સભ્ય ભાવનાબહેનનાં સ્વર્ગસ્થ માતુશ્રીને શ્રદ્ઘાંજલિ આપી હતી. 

આજરોજ વાર્તાકથન સ્પર્ધા રાખી હતી,જેમાં તેર નાનાં બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો;તેમાં અનુક્રમે પ્રથમ-દ્વિતીય-તૃતીય-ચતુર્થ ક્રમ મીત્સુ રુપારેલિયા,વકતા વૈષ્ણવ,મીવા મહેતા, આંશી વસાવડાનો ક્રમ આવ્યો હતો. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે કુ.પ્રચેતા વોરા તથા કુ.જાગૃતિબહેન ખારોડ રહ્યાં હતાં. આ સાથે ઘઉંની મીઠી વાનગી હરિફાઈ યોજાયેલી,જેમાં ૧૪ બહેનોએ ભાગ લીધો, જેમાં અનુક્રમે પ્રથમ-દ્વિતીય-તૃતીય ક્રમ દત્ત્।ાબહેન શુકલ, અમીબહેન વોરા,માધવીબહેન લીંબડનો આવ્યો હતો. કિરણબહેન સોલંકી તથા હર્ષિદાબહેન રુપારેલિયાને નિર્ણાયક તરફથી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું.આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે વીણાબહેન પંડ્યા તથા અખિલબહેન વોરા હતાં.

 વોટસએપ ચર્ચામાં ભાગ લેનાર-ચાર બહેનોને પ્રમુખ સાધનાબહેને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યાં હતાં.  પર્યાવરણદિન વિશેની માહિતી ચંદનબહેને આપી હતી.

 બંને સ્પર્ધાને સફળ બનાવવા માટે શર્મિષ્ઠાબહેન, કિરણબહેન તથા ભારતીબહેને જહેમત ઉઠાવી હતી.

(1:41 pm IST)