સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

મોરબીમાં ખાનગી શાળા-ટયુશન કલાક અંગે સરકારે તાત્કાલિક નિર્ણય લેવા માગણી

મોરબી, તા.૭: સુરત અગ્નિકાંડ બાદ સરકારે ખાનગી શાળા અને ટ્યુશન કલાસને ફાયર એનઓસી મેળવવા પરેશાનીનો સામનો કરવો પડે છે ત્યારે બાળકોના ભવિષ્યને ધ્યાને લઈને સરકાર ૧૫ જુન સુધીમાં યોગ્ય નિર્ણય લે તેવી માંગ કરી છે

 ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં ખાનગી શાળા અને ટ્યુશન કલાસ અંગે પંદર જુન સુધીમાં સરકારર નિર્ણય લે અન્યથા બાળકોના શિક્ષણ પર તેની અસર થશે ફાયર સેફટીની બોટલો મળતી નથી તેમજ એનઓસી આપવાનો અધિકાર મોરબી નગરપાલિકા પાસે નથી ગુજરાતમાં ફાયર સેફટી બોટલની માંગ એટલી વધી છે કે હાલ તે મળતી નથી મોરબી જીલ્લાની શાળા અને ટ્યુશન કલાસને રાજકોટ એન ઓ સી માટે જવું પડે છે અને ટૂંકા ગાળામાં પ્રમાણપત્ર લેવા જાય તો ભ્રષ્ટાચારની શકયતા છે પંદર જુન સુધીમાં શાળા ના ખુલે તો બાળકોના ભાવિનું શું સરકાર શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માંગે છે આવી રીતે પ્રમાણપત્ર લેવા રહેશે તો ઓગસ્ટ સુધી પણ શિક્ષણ કાર્ય શરુ થઇ નહી સકે સરકારી શાળામાં ફાયર સેફટી ટેંક નથી તે અંગે ધ્યાન આપવું રહ્યું આમ બાળકોના ભવિષ્યને ધ્યાને લઈને સરકાર ઝડપી યોગ્ય નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે.

(1:32 pm IST)