સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

મહુવામાં સોડા મશીનમાં શોકથી યુવાનનું મોત

ભાવનગર, તા. ૭ :. ભાવનગરના મહુવામાં સોડા મશીનમાં ઈલેકટ્રીક શોક લાગતા યુવાનનું મોત નિપજ્યુ હતું.

મળતી વિગતો મુજબ મહુવામાં કુબેરબાગ વિસ્તારમાં દોસ્તી સોડા સેન્ટર નામની દુકાન ધરાવતા જાવેદભાઈ ઈનુસભાઈ પઠાણ (ઉ.વ.૨૫)ને સોડાના મશીનમાં અચાનક ઈલે. શોક લાગતા તેને ગંભીર હાલે ખાનગી હોસ્પીટલ ખસેડાયેલ જ્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.

ઝેરી દવા પી કરેલો આપઘાત

ભાવનગર શહેરના શહેર ફરતી સડક, પંચવટી રોડ નજીક પ્લોટ નં. ૨૧૦માં રહેતા અશ્વિનભાઈ ગોરધનભાઈ ડોડીયા (ઉ.વ. ૪૮) એ તેના ઘેરે ઝેરી દવા પી લઈ આત્મહત્યા વહોરી લીધી હતી.

(12:22 pm IST)